Tu Ane Tari Vato Gujarati Kavita



તુ અને તારી વાતો જીવવા માટે એટલી જ જરૂરી છે જેટલી ચા ને મીઠી કરવા સાકર ની જરૂર હોય. #તુંઅનેતારીવાતો
લખવાનું જો ક્યારેક મારા માટે થાય, શરુઆત તો પણ તુ_અને_તારી_વાતો થી જ થાય
જ્યારે હતો જ નહિ આપસ માં કોઈ નાતો તો પણ….. કેમ યાદ આવે છે હરરોજ તું અને તારી વાતો..!! #‎તુંઅનેતારીવાતો‬
સાંજ પડે અને તારો એક મેસેજ વાંચવાથી,આખા દિવસનો થાક અને,દિલમાં જે હરખ ની હેલી ઉપડે ને તે પ્રેમ છે…  #‎તુંઅનેતારીવાતો‬
આમ પાપણો ઝુકાવાથી ઉઘ નથી આવતી, ઉઘે તો એ લોકો જ છે…. જેમને રાત્રે કોઈ ની યાદ નથી આવતી #‎તુંઅનેતારીવાતો‬
હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર અને તારાઓ તોડી લાવીશ પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ. #‎તુંઅનેતારીવાતો‬
એના પગની ઝાંઝરીને ચૂમવા , આજ તો વરસાદ પણ ત્રાંસો પડ્યો #‎તુંઅનેતારીવાતો‬ 
તને ખબર છે ? મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ…?
જયારે તું “online” માંથી “is typing” થાય ને એ..!! ‪#‎તુંઅનેતારીવાતો‬
પ્રેમ એટલે…માત્ર તારો‌ ચેહરો જોવા કલાકો સુધી તારી ગલી મા રઝળતા રેહવુ.. ‪#‎તુંઅનેતારીવાતો‬
લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો
એ ” પર્સનાલિટી ” કહેવાય ,
જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે
વર્તન કરો
એ ” કેરેક્ટર ” કહેવાય… ‪#‎તુંઅનેતારીવાતો‬
ઉત્તમ સંબંધ કોને કહેવાય ?
જ્યારે તમે કોઇનો હાથ પકડો અને એ તમારી સાથે ચાલવા માંડે….
’ક્યાં’ અને ‘કેમ’ પૂછ્યા વગર… ‪#‎તુંઅનેતારીવાતો‬
શુ કહું તારી વાતો વિશે અદિતિ, મૃગજળ કરતા પણ વધારે મધુર લાગે છે આ  #તુંઅનેતારીવાતો
ક્યારેક આવે છે મેસેજ તમારા ને એમાંય સરમાય મુખડું મારુ,પણ આશા હજુય જીવંત છે કે હોય તમારી કંકોત્રી માં સાથે નામ મારુ.
શાયર બે કારણ થી લખે છે કાં તો કોઈ ને ‘જોઈ’ ને કાં તો કોઈ ને ‘ખોઈ’ ને ‪#‎તુંઅનેતારીવાતો‬
કોણ કહે છે પ્રેમ એકજ વાર થાય છે .? હું તો તને જેટલી વાર જોઉ એટલી વાર થાય છે.
તારા ગયા પછી પણ તારો સ્પર્શ મે સાચવી રાખ્યો છે.એ એંઠા ગલાસમાં પાણી પીને મળતો હર્ષ છુપાવી રાખ્યો છે #તુંઅનેતારીવાતો
તું અને તારી વાતો જ યાદ આવે છે , શું કરું ખબર નથી પડતી, ભુલી જાવ દુનિયાને ? કે યાદ કરું તને અને તારી વાતોને #તુંઅનેતારીવાતો
આંસુ ખારાં જ છે સદીઓથી સાહેબ ,સ્વાદ તો બસ પ્રસંગ બદલે છે..!!
મોહ મારો, તું ફરીથી લગાવે, હું રડું અને તું મને ચુંપ કરાવે… હવે એ સંબંધ ક્યાં આપણા કે, હું રિસાઉં અને તું મને મનાવે
શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય….. એ લોકો ના મળે જે બદલાય ગયા હોય…..
એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય અને ત્યાંથી એકલા પાછુ ફરવું એ અઘરું છે
તમારા મોબાઇલમાં અમુક ખાસ પ્રકારનો સેટ કરેલો મેસેજ ટોન વાગે અને મેસેજ વાંચ્યા વગર જ તમારા ચહેરા પર ફેલાઇ જતા સ્મિતનું નામ છે પ્રેમ…
દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે…
નથી તમન્ના મશહૂર થવાની, બસ એક તું ઓળખે એજ ઘણું છે.
એક વાર એવુ કહી તો જુઓ, બીજા જ્ન્મ મા મળીશુ, મને મરતા વાર પણ નહી લાગે
તારી ગલીની એ સફર હજુ યાદ છે મને, ભલે હું વાસ્કો-દ-ગામા નહોતો…પણ શોધ મારી લાજવાબ હતી..!
પ્રેમ ક્યારેય પારખવો નહીં, પારખવો હોય તો કરવો નહીં.
ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે. જે તારા વગર વીતે તે ઉમર. જે તારી સાથે વીતે એ જીંદગી.
એવી તો બેદિલીથી મને માફ ના કરો, હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.
એમ નથી કેહતો કે તારા વગર જીવી નહી શકું હું.પણ તુજ વિચાર આત્મા વગર ખાલી શરીર કેવું લાગશે…
બસ એ જ હકીકત છે મારા જીંદગી ની…… કોઇક ને ગોતવા મા હુ ખોવાઇ ગયો……..!!! ‪#‎તુંઅનેતારીવાતો
જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે, પણ જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.
"તુ" જાણે છે, સુંદર એટલે શુ?
પહેલો શબ્દ ફરી વાંચ. ‪#‎તુંઅનેતારીવાતો
મારા સ્વપ્ન ઉપર તુ હસી પણ, મારું સ્વપ્ન જ તારુ હાસ્ય હતું. ‪#‎તુંઅનેતારીવાતો
તારી સાથે લડયા વગર ચાલતું નથી એ મારો સ્વભાવ છે, પણ, લડયા પછી મારા વગર ચાલતું નથી એ તારો પ્રેમ છે.
સ્વપ્ન એટલે તારા વગર તને મડવું...
જયારે હતો જ નહીં આપસમાં કોઈ નાતો... તો પણ કેમ યાદ આવે છે 'તું અને તારી વાતો...'
તારી યાદને આદત પડી ગઈ રોજ મારી પાસે આવવાની... નહીંતર મને કયાં આદત હતી રોજ તને યાદ કરવાની.
વાત વાતમાં જો કયારેક તારી વાત નીકળે... તો, તારી એક જ વાતમાં આખી રાત નીકળે.
મને જયારે કઇ વિચારવાનો સમય મળે... ત્યારે વિષય તું જ મળે.
ખોવાયલો હતો તારા વિચારોમાં ને... કોઇએ મારું નામ પૂછી લીધું.. બોલવું હતુ કંઈક ને નામ તારુ બોલી લીધું.
નથી તમન્ના મશહૂર થવાની, બસ એક તું ઓડખે છે એજ ઘણું છે...
હસી મારી ત્યારે ખીલે જયારે સામે ચહેરો તારો હોય.. જીવવાની મજા ત્યારે આવે જયારે મારા શ્વાસ માં શ્વાસ તારો હોય.. દુનિયા જીતી લઉં આખી બસ એવો વિશ્વાસ તારો હોય.. જાહોજલાલી થી જિંદગી ગુજારી દઉં હું, બસ મારા હાથ માં હાથ તારો હોય. ‪#‎તુંઅનેતારીવાતો
નાની નાની વાતોમાં તારી બહુ જરૂર પડે એ મને ગમે છે... તું મારા વાંક ગુનાઓ ભૂલી જઈને મારા પર મરે છે એ મને ગમે છે.
"હું" અને "તું" જ્યાંથી સમાપ્ત થઈએ છીએ ને, ત્યાં થી જ "આપણે" ની શરુઆત થાય છે.
નખરાઓ સાથે છે તારો જુનો નાતો.... છતાં પણ ગમે છે તુ અને તારી વાતો.
હું એમ નથી કે'તો કે તુ ગમે છે... હુ તો એમ કહુ છુ કે તું જ ગમે છે.#‎તુંઅનેતારીવાતો
આજે ફરી તારી વાત થઈ... આંખોમાં ફરીથી રાત થઇ ગઇ.#તુંઅનેતારીવાતો
ભલે આકર્ષણ માટે કેટલાય કારણો હશે… પણ, ગમવા માટે એક જ કાફી છે.#તુંઅનેતારીવાતો
તારુ અને મારુ સરનામુ મળે એમ તો નથી... છતા કોઇ શોધે તારામા અને હું ના મળુ... સાવ એવુ પણ નથી.
એને પુછ્યું વગર વિચારે કયુ કામ કરો છો.? મે કહ્યું તારા ઉપર વિશ્વાસ.#તુંઅનેતારીવાતો
હુ કયાં કહુ છુ, આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.#તુંઅનેતારીવાતો
બસ તુ હોય.. એ થી વિશેષ જીંદગી શુ હોય...#તુંઅનેતારીવાતો
તને મેળવવા માટે ખુદ ને ખોવા નું યાદ છે... હજીય મને એ તને પહેલી વખત જોયાનું યાદ છે.
​હુ ખાલી શબ્દો સજાવતો,
એનો અર્થ કયા જાણતો?
તમારા જેવા નંગો મળ્યા
ને અર્થ નો અનર્થ સમજયો
હુ નાની અમથી મજાક કરતો
હવે ટાંટિયા ખેચતો થઇ ગયો…
પહેલા દિલ થી દિલ જોડતો,
હવે સેટીન્ગ કરતો થઈ ગયો
જીન્દગી તો આમ જ ચાલતી
પણ દોસ્તો મળ્યા ને…
જીંદગી ની મજા માણતો થઈ ગયો
એવુ નહી કે મારી જીન્દગી ને હુ જાણુ
પણ મારી જીન્દગી નુ બધુ જ તમે જાણો
જોઇએ કયાં દુનિયાભર ના સંબંધો
બસ તારી મારી દોસ્તી હોય…
એથી વિશેષ જીન્દગી શુ હોય?


-તું અને તારી વાતો

2 comments

Post a Comment